સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના રોહીશાળા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળી : પિયર પક્ષે કર્યો હત્યાનો આક્ષેપ


SHARE





ટંકારાના રોહીશાળા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળી : પિયર પક્ષે કર્યો હત્યાનો આક્ષેપ

ટંકારા તાલુકાના રોહીશાળા ગામે વાડીના કૂવામાં કોઈ કારણોસર પડી જતાં કૂવામાં ભરેલ પાણીમાં ડૂબી જવાથી પરણીતાનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ મૃતક પરણીતાના પિયર પક્ષ દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી મૃતક મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના રોહીશાળા ગામે રહેતા ગોપાલભાઈ માધાભાઈ મુંધવા જાતે ભરવાડના પત્ની ઇલાબેન ગોપાલભાઈ મુંધવા જાતે ભરવાડ (૩૫) રોહીશાળા ગામ પાસે આવેલ જેસાભાઈ ડાયાભાઈ પારીયાની વાડીએ આવેલ કુવામાં કોઈ કારણોસર પડી ગયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મશરૂભાઈ વિરમભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (૬૩) એ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. એમ.કે. બ્લોચ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક મહિલાનો લગ્ન ગાળો ૧૩ વર્ષનો છે અને તેને સંતાનમાં બે દીકરા છે હાલમાં તે સાસુ સસરા સાથે રહેતા હતા દરમિયાન કૂવામાં પડી જવાથી તેનું મોત નીપજ્યું છે અને મૃતક પરણીતાના પિયર પક્ષ દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને મૃતક મહિલાના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

કંડલા બાઈપાસ ઉપર પાગલ મહિલા વાહનો ઉપર છુટા પથ્થરના ઘા કરતી હોય પગલાં લેવા માંગ

મોરબીના કંડલા બાઇપાસ ઉપર નાયરાના પંપ નજીક આવેલ ભાગ્યલક્ષ્મી કેમિકલની પાસે આશરે ૪૦ થી ૪૫ વર્ષની માનસિક અસ્વસ્થ મહિલા રસ્તા ઉપરથી નીકળતા અને આવતા જતા વાહનો ઉપર છુટા પથ્થરોના ઘા કરતી હોય આ અંગે રાહદારીઓ પૈકીના ઉમંગભાઇ અઘારા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.ક્યારેક કોઈ વાહન અકસ્માત સર્જાય તે પૂર્વે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકો દ્રારા માંગ કરવામાં આવી હતી આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ થયેલી હોય હાલ આ બીટ વિસ્તારના જમાદાર મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.




Latest News