મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ દ્વારા એવોર્ડી શિક્ષકોને કરાયા સન્માનિત


SHARE





મોરબી જિલ્લા ભાજપ દ્વારા એવોર્ડી શિક્ષકોને કરાયા સન્માનિત

 મોરબીના વૈદેહી ફાર્મ ખાતે જિલ્લા ભાજપ સંગઠન તેમજ ચૂંટાયેલા જન પ્રતિનિધિની ઉપસ્થિતમાં શિક્ષકના શિક્ષકત્વનું સન્માન કરાયું હતું ત્યારે દર વર્ષે "શિક્ષક દિન" નિમિતે સરકાર દ્વારા શિક્ષણમાં જેમને ઉત્કૃષ્ટ કામગીરી કરીને શૈક્ષણિક ગુણવત્તાની અભિવૃદ્ધિમાં અદકેરું યોગદાન આપેલ છે એવા શિક્ષકોને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના "શ્રેષ્ઠ શિક્ષક" ને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે સાત વર્ષથી એટલે કે વર્ષ ૨૦૧૪ થી દર વર્ષે મોરબી જિલ્લાના શિક્ષકોની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતી આવે છે એ તમામ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરનાર ૯ નવ શિક્ષકોનું અને ચાલુ વર્ષે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરિકેનું બહુમાન પ્રાપ્ત કરનાર ૧૦ દશ શિક્ષકો એમ કુલ ૧૯ જેટલા શિક્ષકોના શિક્ષકત્વનું સન્માન મોરબી જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભાજપ સંગઠનના વિવિધ મોરચાના સૂત્રધારો હાજર રહ્યા હતા આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતની ટીમ હાજર રહી હતી




Latest News