મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જાબુંડીયા નજીકથી ૧૭ મોબાઈલ સાથે શંકાસ્પદ હાલતમાં બે શખ્સ ઝડપાયા


SHARE











મોરબીના જાબુંડીયા નજીકથી ૧૭ મોબાઈલ સાથે શંકાસ્પદ હાલતમાં બે શખ્સ ઝડપાયા

મોરબીના જાબુંડીયા પાવર હાઉસ નજીકથી બે ઇસમો શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેને ચેક કરતાં તેની પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન મળી આવ્યા હતા જેથી કરીને એલસીબીની ટીમે આ બંને શખ્સ પાસેથી કુલ ૧૭ મોબાઈલ ફોન કબજે કર્યા હતા અને તેની પાસેથી ૮૧૦૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે બંને શખ્સને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબા જીલ્લામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારી કામ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફના મોરબી તાલુકા વિસ્તારમાં હતા ત્યારે ખાનગી રાહે હકિકત મળેલ કેસતીષ ઉર્ફે વીયો રમેશભાઇ ડેડવાડીયા જાતે કોળી રહે.જુના જાબુંડીયા તથા બાબુ ઉર્ફે રાજુભાઇ જાદવજીભાઇ લીલાપરા જાતે કોળી રહે. ઢુવા વાળા જાબુડીયા પાવર હાઉસ પાસે ઉભેલ છે અને તેની પાસે ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન છે

જેથી એલસીબીની ટીમ ત્યાં પહોચી હતી અને ત્યાં ઉભેલા બંને શખ્સને ચેક કર્યા હતા ત્યારે તે બે શખ્સ પાસેથી અલગ અલગ કંપનીના કુલ ૧૭ મોબાઇલ ફોન મળી આવ્યા હતા જેથી કરીને તેની પુછપરછ કરતા આ મોબાઇલ તેઓ બન્નેએ મળી અલગ અલગ તારીખ સમયે અલગ અલગ વિસ્તારમાં આવેલ કારખાનાની મજૂરોની ઓરડીઓમાંથી ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ છે જેથી પકડાયેલ બન્ને ઇસમો પાસેથી ૮૧,૦૦૦ નો મુદામાલ કબજે કરીને બન્ને ઇસમોને સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલ છે






Latest News