મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ પાસે બે યુવાનને માર મરનારા ચાર શખ્સોની ધરપક


SHARE











મોરબીના શનાળા ગામ પાસે બે યુવાનને માર મરનારા ચાર શખ્સોની ધરપક

મોરબીના સનાળા ગામ પાસે મેલડી માતાજીના મંદિર નજીક પસાર થતાં યુવાનની કાર સાથે કાર અથડાવીને અગાઉના બનાવની દાજ રાખીને ચાર શખ્સો દ્વારા પાઇપ અને ધોકા વડે યુવાન અને તેના પિતરાઇ ભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ બંને યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ યુવાનને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા તુષારભાઈ કેશવજીભાઈ ભાલોડીયા જાતે પટેલ (૩૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વરૂણભાઇ તથા અન્ય ત્રણ શખ્સોની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી તેઓ કાર લઈને પસાર થતાં હતા ત્યારે તેની કાર સાથે કાર અથડાવીને અગાઉના બનાવનો ખાર રાખીને આરોપી વરૂણભાઇએ લોખંડના પાઇપ વડે તેને જમણા ખંભા ઉપર માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી અને ત્યારબાદ તેની સાથે રહેલા તેના પિતરાઇ ભાઈ કૌશિક ભાલોડીયા અને તેને અન્ય ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે તેને મારવામાં આવ્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તુષારભાઈ ભાલોડીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે વરુણ ઉર્ફે ટીનો જીવણભાઈ જીલરીયા જાતે બોરીચા (૩૭) રહે. સનાળા એપોલો હૉલની પાછળ ગોકુલ નગર નજીક મોરબી, રોહિત રાજેશભાઈ જીલરીયા જાતે બોરીચા (૨૯) રહે. તુલસી પાર્ક પાપાજી ફન વર્લ્ડની પાછળ મોરબી, ભુપત હીરાભાઈ જારીયા જાતે બોરીચા (૩૫) રહે. ગજડી તાલુકો ટંકારા અને નિકુંજ વરજાંગભાઈ જારીયા જાતે બોરીચા (૨૭) રહે. ગજડી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે આવેલ તાલુકા પોલીસ લાઈનના ક્વાર્ટરમાં રહેતા પોલીસ કર્મચારી વિષ્ણુભાઈ ઘનશ્યામભાઈ સોનાગ્રા (૩૪) શહેરના જેલ રોડ ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેથી પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલ પોલીસ કર્મચારીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News