મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેનલના પત્રકારનું ઇન્સ્ટાગ્રામ આઇડી હેક કરીને લોકો પાસેથી પૈસાની માંગણી કરાઇ


SHARE







મોરબીના સનાળા રોડ ઉપર કન્યા છાત્રાલયની પાછળના ભાગમાં રહેતા ચેનલના પત્રકારનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને તેમાં જોડાયેલા મિત્રોને હાલમાં પૈસા માટે થઈને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે પત્રકાર દ્વારા આ અંગે લેખિતમાં મોરબી જિલ્લા પોલીસ વડાને અરજી કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે થઈને જાણ કરવામાં આવી છે અને તેના નામથી કોઈપણ વ્યક્તિ પાસે મોરબીમાં પૈસાની માંગણી કરવામાં આવે તો કોઈએ કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવો નહીં તેવું તેમણે જણાવ્યું છે 

 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય પાસે આવેલ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતા ચેનલના પત્રકાર હરનીશભાઇ જોશીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા હેક કરી લેવામાં આવેલ છે અને તેનો ગેર ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામમાં તેની સાથે જોડાયેલા તેના મિત્રો સહિતનાઓને પૈસા મોકલાવવા માટેના મેસેજ કરવામાં આવી રહ્યા છે જે બાબતની તેઓને જાણ થતાની સાથે તેઓએ તાત્કાલિક મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત તરીકે આપીને તેમના ઇન્સ્ટાગ્રામ આઈડી ને હેક કરીને અજાણ્ય શખ્સ દ્વારા તેનો દુરુપયોગ કરી પૈસા મેળવવા માટે થઈને મેસેજ કરવામાં આવી રહ્યા છે તેવી જાણ કરેલ છે તેની સાથે ઇન્સ્ટાગ્રામમાં તેઓની સાથે જોડાયેલા તેના મિત્રો સહિતના લોકોને અજાણ્યા કોઈપણ વ્યક્તિ દ્વારા તેમના નામથી પૈસાની માંગણી કરવામાં આવે તો નાણાકીય વ્યવહાર ન કરવા માટેની જાણ પણ કરવામાં આવેલ છે






Latest News