મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત ખવાસ-રજપૂત સમાજ માટે આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં સમસ્ત ખવાસ-રજપૂત સમાજ માટે આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજાશે

મોરબીમાં સમસ્ત ખવાસ-રજપૂત સમાજ માટે આયુષ્માન કાર્ડના કેમ્પની આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ૨૨ જાન્યુઆરીના રોજ સમસ્ત ખવાસ-રજપૂત સમાજના જ્ઞાતિજનો માટે આ લેમ્પ રાખવામા આવેલ છે

મોરબી નગરપાલિકા તેમજ અગ્નેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ-રજપુત સમાજ મોરબી યુવક મંડળના ઉપક્રમે તા. ૨૨ ને રવિવારના રોજ સવારે ૯ થી ૨ અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં રહેતા સમસ્ત ખવાસ-રજપુત સમાજને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડોક્યુમેન્ટમાં મામલતદાર કચેરીનો આવકનો દાખલો (૨૦૨૧) પછીનો, પરિવારના તમામ વ્યક્તિઓને આધારકાર્ડ તેમજ રેશનકાર્ડ સાથે લાવવાના રહેશે, આ અંગેની વધુ માહિતી માટે અનિલભાઈ રાઠોડ ૯૭૨૬૦ ૨૫૦૦૮ અને વિજયભાઈ હાડા ૯૨૨૮૨ ૫૩૧૮૦ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે આ કાર્યને સફળ બનાવવામાં અનિલભાઈ રાઠોડ, વિજયભાઈ હાડા, મેહુલભાઈ ડોડીયા, સુધીર સોલંકી, ભાવિક મકવાણા, નરેન્દ્ર ગોહિલ, ભાવિક રાઠોડ, યુવરાજ પરમાર, પંકજ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે.

એક દિવસીય ફ્રી નિદાન કેમ્પ

મોરબીમાં સ્વર્ગસ્થ માલતીબેન મુકેશભાઇ ઝાટકીયાના સૌજન્યથી તેમના પતિ મુકેશભાઇ ઝાટકીયા દ્વારા ડો.હસ્તી આઇ. મહેતાના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને  તા.૧૪ થી ૧૬ સુધી જુદાજુદા ત્રણ કેમ્પ યોજશે જેમાં ૧૪ તારીખે કંડલા હાઇવે નજીક લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે, ૧૫ તારીખના રોજ મહેતા ઔષધ ભંડાર ઉપર ગાંધી બજાર કુબેરનાથ સામેની શેરી લુહાર ચાલ હુસેનપીરની દરગાહ પાસે અને ૧૬ તારીખને રોજ નવલખી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્ક નજીક બોડાસર વાડી પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે જેમાં સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ સુધી લોકોનું નિદાન કરવામાં આવશે






Latest News