મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીની જેતપુર-નવાગઢ પાલિકાના નિરીક્ષક તરીકે વરણી


SHARE







મોરબીના કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીની જેતપુર-નવાગઢ પાલિકાના નિરીક્ષક તરીકે વરણી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ તેમજ મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીની પાલિકાની ચૂંટણીને ધ્યાને લઈને  જેતપુર-નવાગઢ નગરપાલિકાના નિરીક્ષક તરીકે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વરણી કરવામાં આવી છે. જેથી હાલમાં રમેશભાઈ રબારીને શુભકામનાઓ મળી રહી છે

મોરબી માલધારી સમાજના આગેવાન અને નખશિખ કોંગ્રેસી રમેશભાઈ રબારીની આગામી ફ્રેબ્રુઆરી-માર્ચ મહિનામાં રાજ્યમાં વિવિધ જીલ્લાની પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણી સંદર્ભે રાજકોટ જીલ્લાની જેતપુર-નવાગઢ નગરપાલિકાના નિરીક્ષક તરીકે વરણી કરવામાં આવી છે વધુમાં પ્રદેશના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રમેશભાઈની જેતપુર-નવાગઢ પાલિકા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી, કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવા અંગે, ઉમેદવારની પસંદગી, મંડલ સેક્ટર અને ગ્રામ સમિતિની રચના, બુથ મેનેજમેન્ટ, કોંગ્રેસ પક્ષની વિચારધારા જન જન સુધી પહોંચાડવા અંગેની તથા ચૂંટણીના પરિણામ ન આવે ત્યાં સુધી જીલ્લા, તાલુકા અને પાલિકા વિસ્તારમાં તમામ સાથે સંકલન કરવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. અને આગામી સમયમાં રમેશભાઈ હાથ સે હાથ જોડો અભિયાનસંદર્ભે જરૂરી સંકલન કરીને તેમના  વિસ્તારમાં અભિયાન આગળ વધારશે 






Latest News