મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામ નજીકથી ૫૭ બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડ્યો : એકની શોધખોળ


SHARE







મોરબીના રવાપર નદી ગામ નજીકથી ૫૭ બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડ્યો : એકની શોધખોળ

મોરબી તાલુકાના રવાપર નદી ગામ તરફ જતી રીક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે રિક્ષામાંથી દારૂની ૫૭ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને રીક્ષા મળીને કુલ ૧૨૧૩૭૫ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપરથી રવાપર નદી ગામ તરફ જતી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૮૦૧૬ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે રિક્ષામાંથી દારૂની ૫૭ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૧૩૭૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧૨૧૩૭૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં જીવરાજભાઈ હીરાભાઈ ઝિંઝવાડીયા જાતે કોળી (ઉમર ૩૦) રહે મણાબા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સે ગોપાલભાઈ ગોરધનભાઈ કોળી રહે ગજાનંદ સોસાયટી પીપળી વાળા પાસેથી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે લઈને આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

વરલી જુગાર

વાંકાનેરના ગ્રીન ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી કરીને પોલીસે વરલી જુગારના આંકડા લેતા હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે ખલીફા (૬૨) રહે. સિપાઈ શેરી વાંકાનેર તથા અસલમભાઈ અબ્દુલભાઈ મન્સૂરી જાતે આરબ (૫૦) રહે. લક્ષ્મી પરા શેરી નં-૩ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા રૂપિયા ૧૦૨૫૦ તથા ૫૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ અને ગ્રાહક પાસેથી લીધેલ ૧૧૫૦ રૂપિયા આમ કુલ મળી ૧૧૯૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News