મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીની દુકાને આવીને કોંઢના શખ્સે માંગી ૯૦ લાખની ખંડણી


SHARE



















હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીની દુકાને આવીને કોંઢના શખ્સે માંગી ૯૦ લાખની ખંડણી

હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીની દુકાને આવીને કોંઢ ગામના એક શખ્સ દ્વારા ધમકી આપીને ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ખંડણી માંગનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ રાયસંગપરના રહેવાસી અને હાલમાં હળવદના વસંત પાકૅમાં રહેતા અને હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારી જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ જાતે દલવાડી (ઉ.૩૭)એ યશપાલસિંહ ઝાલા રહે. કોંઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, આરોપીએ પહેલા તેઓને રૂબરૂ મળવા માટે ફોન કર્યો હતો જો કે, સાતમ આઠમની રજાઓ હોવાથી તે ગામડે ગયા હતા અને ત્યાર બાદ આરોપી તેની દુકાને આવેલ અને કોઈ પણ જાતની ચર્ચા વગર આરોપીએ તેને મારી નાખવાની ધમકી આપીને ૯૦,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી અને ખંડણી માગી બળજબરીથી રૂપિયા કઢાવી લેવા માટે ધમકી આપી હતી જેથી હાલમાં યુવાનની ફરિયાદ લઈને પોલીસે ઇ.પી.કો. કલમ ૩૮૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે










Latest News