મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના અગાભીપીપળીયા ગામે વાડીએ સંઘરેલ રાખેલ દારૂ-બીયરની ૨૬૧ બોટલો સાથે એકની ધરપકડ, એકને પાડવા ચક્રો ગતિમાન


SHARE











મોરબીના અગાભીપીપળીયા ગામે વાડીએ સંઘરેલ રાખેલ દારૂ-બીયરની ૨૬૧ બોટલો સાથે એકની ધરપકડ, એકને પાડવા ચક્રો ગતિમાન

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે વાડીમાંથી દારૂ અને બિયર મળીની કુલ મળીને ૨૬૧ બોટલના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડેલ છે.

રાજકોટ રેન્જના પોલીસ મહા નિર્દેશક અશોકકુમાર યાદવ દ્વારા જિલ્લા પોલીસવળા રાહુલ ત્રિપાઠીને આગામી ૩૧ મી ડિસેમ્બરને લઈને દારૂ જુગાર સહિતની બદીઓને ડામવા સૂચના કરેલી હોય જિલ્લા પોલીસવળા રાહુલ ત્રિપાઠીએ સ્ટાફને આ અંગે સતર્ક રહેવા જણાવ્યું હતું. દરમિયાનમાં મોરબી એલસીબી તેમજ પેરોલ ફર્લોનો સ્ટાફ વોચમાં હતો ત્યારે સ્ટાફના સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમ કુગસીયાને મળેલ બાતમીના આધારે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે.અગાભીપીપળીયા તા.વાંકાનેર જી.મોરબી વાળાની અગાભીપીપળીયા ગામની સીમમાં સાજડીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીમાં રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીમાંથી પોલીસને જુદીજુદી બ્રાંડની કુલ ૧૭૭ બોટલ વિદેશી દારૂ તેમજ બીયરના ૮૪ ટીન મળી આવ્યા હતા.આમ દારૂ તેમજ બિયરનો કુલ મળીને ૨૬૧ બોટલનો જથ્થો તેમજ એક મોબાઇલ કિંમત રૂા.૫,૦૦૦ એમ કુલ મળીને રૂા.૭૮,૧૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.હાલ સ્થળ ઉપરથી મળી આવેલ યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.વ.૨૨) ધંધો ખેતી રહે.અગાભીપીપળીયા તા.વાંકાનેર જી.મોરબીની ધરપકડ કરીને ડાડામીંયા ઉર્ફે રાજુબાપુ ભાઉદીનપૌત્રા રહે. હડાળા તા.જી.રાજકોટનું નામ ખુલેલ હોય તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.રેડની કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ અને પીએસઐઇ એન.એચ. ચુડાસમા અને એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમે કરી હતી.






Latest News