તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામે ઘરમાંથી દારૂની નાની-મોટી દારૂની ૧૦૪ બોટલ અને ૧૨ બીયર સાથે એક પકડાયો


SHARE











હળવદના મયુરનગર ગામે ઘરમાંથી દારૂની નાની-મોટી દારૂની ૧૦૪ બોટલ અને ૧૨ બીયર સાથે એક પકડાયો

હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી કુલ મળીને ૧૦૪ બોટલ તેમજ બિયરના ૧૨ ટીન મળી આવતા પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા મયુરનગર ગામે રહેતા જયદીપભાઇ ડાભીના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરની અંદરથી દારૂની મોટી ૨૭ બોટલો તેમજ ૭૭ ચપલા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂની નાની મોટી ૧૦૪ બોટલો અને બિયરના ૧૨ ટીન આમ કુલ મળીને ૧૭૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને પોલીસે જયદીપ દિનેશભાઈ ડાભી જાતે કોળી (ઉંમર ૨૩) રહે. મયુરનગર બસ સ્ટેશન પાસે વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો અને બિયર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેણાક મકાન પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ મહેશભાઈ ઉર્ફે મલ્લો ખીમજીભાઇ રાતૈયા જાતે કોળી રહે. કવાડિયા વાળાનો હોય તેની સામે ગુનો નોધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News