મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તંત્ર કોરોનાની સંભવિત કોઈ પરિસ્થિતી સામે લડવા સંપૂર્ણ સજ્જ: જી.ટી. પંડ્યા


SHARE







મોરબી જિલ્લામાં તંત્ર કોરોનાની સંભવિત કોઈ પરિસ્થિતી સામે લડવા સંપૂર્ણ સજ્જ: જી.ટી. પંડ્યા

મોરબી જિલ્લા કલેકટર જી. ટી.પંડ્યાના અઘ્યક્ષસ્થાને સંભવિત કોરોનાની પરિસ્થિતી માટે કરવામાં અવેલી પૂર્વ તૈયારીની સમીક્ષ માટેની બેઠક યોજાઈ હતી. અને સંભવિત કોરોનાની પરિસ્થિતી અન્વયે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કરવામાં આવેલી તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે કલેકટર જી.ટી. પંડ્યાએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક કરી હતી.

આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરબીમાં હાલ કોરોનો કોઈ પણ કેસ નથી. પણ કોરોના સામે આપણી તૈયારીઓ સક્ષમ હોવી જોઈએ. વધુમાં તેમણે બેડ, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન સિલીન્ડર, દવાઓ વગેરે જેવી તમામ વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સંભવિત કોરોનાની પરિસ્થિતી સામે લડવા સંપૂર્ણ સજ્જ છે. વધુમાં તેમણે તમામ મોરબી વાસીઓને પૂરતી કાળજી અને તકેદારી રાખવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત ચેકઅપ કરાવવા અપીલ કરી હતી.

કોરોનાની સંભવિત ચોથી લહેર સામે કરેલી તૈયારીઓની માહિતી આપતા મોરબીના એપિડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડી.વી. બાવરવાએ જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં ૧૩૦૦ જેટલા ઑક્સિજન બેડ સાથે  કુલ ૧૭૫૦ બેડ ઉપલબ્ધ છે જે જરૂર પડ્યે કાર્યાન્વિત કરી શકાય તેમ છે આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા,  મોરબી મેડિકલ કોલેજના ડીન ડૉ.નિરજ બિશ્વાસ, આર.એમ.ઓ. ડૉ.કે.આર. સરડવા તેમજ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News