મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી : કર્તવ્ય કર્મ કરવામાં જ કલ્યાણ સુત્ર ચરિતાર્થ ; સાંસદ વિનોદભાઈ ચાવડા


SHARE







મોરબી : કર્તવ્ય કર્મ કરવામાં જ કલ્યાણ સુત્ર ચરિતાર્થ ; સાંસદ વિનોદભાઈ ચાવડા

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહ્વાનને કચ્છ તેમજ મોરબી સહિત સમસ્ત ગુજરાતની જનતા જનાર્દનને ઝીલી કચ્છની બધી જ સીટ અને ગુજરાતની કુલ ૧૫૬ સીટો પર જન સમર્થન આપ્યું છે તેવું જણાવતા કચ્છ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ સર્વે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.કચ્છએ છ એ છ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી રેકોર્ડ સર્જયો છે.જે બદલ વિજેતા ઉમેદવારો તથા ભાજપાની સમસ્ત ટિમને અભિનંદન આપ્યા હતા અને જનતા જનાર્દને આપેલ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.હવે કચ્છના જન પ્રતિનિધિઓ અને ગુજરાત સરકાર સાથે મળી કચ્છ ગુજરાતના વિકાસ કાર્યોને વેગ આપશે.સતત ૭ મી વખત ભાજપના જીતનો રેકોર્ડ સર્જાયો છે.

કેન્દ્ર સરકાર, રાજય સરકારની કામગીરી વડાપ્રધાનનો ગુજરાતનાં પ્રજાજનો પરનો ભરોસો, પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલની સુઝબુઝ, માઇક્રો પ્લાનીંગની આ જીત છે.તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.સાંસદ તથા ભાજપા પ્રદેશ મહામંત્રી પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાને સંગઠન તરફથી તેમને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી બનાવ્યા હતા.વિવોદભાઇ ચાવડાએ સતત લોક સંપર્ક અને સંગઠન વચ્ચે સંકલન સાંધીને ગુજરાતની ભાજપ સરકારના વિકાસશીલ કાર્યો અને લોકોની તકલીફો જાણી તેમના નિરાકરણ માટે પ્રયત્નશીલ બન્યા હતા.આજે ૪૫ જેવી સીટો ભાજપને મળી છે તેથી તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.તેમના સંસદીય મત ક્ષેત્રની કચ્છ-મોરબીની સાતેય સીટ ઉપર ભવ્ય વિજય મળ્યો છે તેને કાર્યકરોની મહેનતની જીત ગણાવી હતી.






Latest News