ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મતદાનની પ્રક્રિયામાં મોરબી જીલ્લામાં 11 મશીન બદલાયા: અધિકારી


SHARE







મતદાનની પ્રક્રિયામાં મોરબી જીલ્લામાં 11 મશીન બદલાયા: અધિકારી

મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભાની બેઠક માટે આજે સવારે આઠ વાગ્યાથી મતનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારબાદ અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં કુલ મળીને ૧૧ મશીનને ટેકનીકલ ખામી કે એરરના કારણે બદલવામાં આવ્યા હોવાનું હાલમાં ચૂંટણી અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે આઠ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને પ્રથમ રાઉન્ડમાં ૮૯ બેઠકો માટે હાલમાં શાંતિપૂર્ણ માહોલની અંદર ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે અને મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે મતદાન મથકોની બહાર લાઈનો લગાવી રહ્યા છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં ગુજરાત વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે જેમાં મોરબી માળીયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક આવે છે આ ત્રણ બેઠકો ઉપર આઠ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે પહેલા મોક પોલ કરવામાં આવેલ ત્યારે ૧૪ જેટલા મશીનને બદલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જુદી જુદી જગ્યાઓ ઉપર કુલ મળીને ૧૧ માસીનોને ટેકનિકલ એરર કે ખામીના કારણે બદલવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે જેમાં સાત વિવિપેટ, બે બીયું અને બે સીયુ મશીનનો સમાવેશ થાય છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં બે વિવિપેટ મશીન, ટંકારામાં ચાર વિવિપેટ, એક બીયુ અને એક સિયુનો સમાવેશ થાય છે તો વાંકાનેર તાલુકામાં એક બીયુ, એક સિયું અને એક વિવિપેટ મશીનનો સમાવેશ થાય છે અને હાલમાં સમગ્ર જિલ્લાની અંદર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હોવાનું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News