મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે બસ સ્ટેન્ડ-સુપરમાર્કેટના પાર્કિંગમાંથી બે બાઈકની ચોરી  


SHARE







મોરબીના સનાળા રોડે બસ સ્ટેન્ડ-સુપરમાર્કેટના પાર્કિંગમાંથી બે બાઈકની ચોરી  

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડના પાર્કિંગ તેમજ સુપર માર્કેટના પાર્કિંગમાંથી  એક એક બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા બંને વ્યક્તિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની જુદી જુદી બે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ચોરીના ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલની બાજુમાં આનંદ નગરની પાછળના ભાગમાં આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા કેશવજીભાઈ દેવકણભાઈ અઘારા જાતે પટેલ (૪૦) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૩/૧૧ ના રાત્રિના ૧૨ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના અઢી વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓએ પોતાનું બાઈક નં. જીજે ૩ સીએચ ૬૪૯૮ સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાં પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા જયંતીભાઈ કેશવજીભાઈ વાઘડિયા જાતે પટેલ (૫૬) એ સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટના પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે ૩ ઇએસ ૨૮૯૩ પાર્ક કરીને મુક્યું હતું જે ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલ બંને વ્યક્તિએ બાઈક ચોરીની જુદી જુદી બે ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News