મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરાઈ


SHARE







મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

શાળાના બાળકોને બંધારણ વિશે માર્ગદર્શન આપી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવ વંદના કરી

મોરબીમાં જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરોએ શાળાના બાળકોને બંધારણ વિશે માર્ગદર્શન આપી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણ એટલે કે ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રાથમિક શાળામાં ભારતીય સંવિધાન વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી તેમજ સંવિધાન અંતર્ગત  લખેલા નાગરિક કર્તવ્યો અને જવાબદારીઓનુ સંપૂર્ણ પાલન કરી બાબા સાહેબના આધુનિક ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.

 




Latest News