મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામેથી દારૂની મોંઘીદાટ ચાર બોટલ સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE







મોરબીના સનાળા ગામેથી દારૂની મોંઘીદાટ ચાર બોટલ સાથે એક પકડાયો: એકની શોધખોળ

મોરબીના સનાળા ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીકથી બાઈક લઈને પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની મોંઘી દાટ ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તેમજ બાઈક મળીને ૨૮૩૭૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય એકનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈક નં જીજે ૩૬ જે ૯૧૧૩ લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતા તે શખ્સ પાસેથી એબસોલેટ વોડકાની બે બોટલો જેની કિંમત ૬૦૦૦ રૂપિયા તથા રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની એક બોટલ જેની કિંમત ૨૦૦૦ અને અન્ય એક દારૂની બોટલ આમ કુલ મળીને દારૂની ચાર બોટલ જેની કિંમત ૮૩૭૫ થાય છે જેથી પોલીસે દારૂ અને બાઈક મળીને ૨૮૩૭૫ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલને કબજે કર્યો છે અને હાલમાં મહિપતભાઈ ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા (૨૭) રહે. સનાળા નવા પ્લોટ સાંઈબાબા ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરો કનુભા જાડેજા રહે નવલખી રોડ શ્રદ્ધા પાર્ક મૂળ રહે દહીસરા વાળાનું નામ સામે આવેલ છે જેથી કરીને તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 ચાર બોટલ દારૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રામપાર્ક ના નાકા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1500 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને જુબેર મહેબુબભાઇ માયક જાતે ઘાંચી ઉંમર વર્ષ 20 રહે વાવડી રોડ રામ પાર્ક મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News