મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પેશિયલ ઓબ્ઝર્વર-પોલિસ ઓબ્સર્વરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં સ્પેશિયલ ઓબ્ઝર્વર-પોલિસ ઓબ્સર્વરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી ખાતે સ્પેશિયલ ઓબ્સર્વર અજય નાયક અને પોલિસ ઓબ્સર્વર દિપક મિશ્રાના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે ચૂંટણી બાબતે નિમાયેલા ઓબ્સર્વર્સ અને વિવિધ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં સ્પેશિયલ ઓબ્સર્વર અજય નાયક અને ઓબ્સર્વર દિપક મિશ્રાએ  જિલ્લા ચૂંટણી વિભાગ અંતર્ગત કરેલી તૈયારીઓની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ભૂતકાળમાં જે વિસ્તારોમાં ઓછું મતદાન થયું છે તે વિસ્તારોને ટાર્ગેટ કરી ત્યાં મતદાન વધારવા અંગે આયોજન કરવા વિવિધ સૂચનો કર્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જિલ્લામાં કેટલા ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે, પોલિંગ સ્ટેશન પરની વ્યવસ્થાઓ, PWD અંતર્ગત કરવામાં આવેલા આયોજનો, વિવિધ નોડલ ઓફિસરની વિગતો, માનવ સંસાધનનું આયોજન, તાલીમ, EVM અને VVPATની અવલેબિલીટી અને સ્ટોરેજ, જાગૃતિ લક્ષી પ્રવૃત્તિઓ, મતદાન વધારવા માટે કરવામાં આવેલું આયોજન, MCMC અને EMMC અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી, વ્હીકલ મેનેજમેન્ટ, કાઉન્ટીંગ સ્ટેશન અને પ્રોટોકોલ, ક્રિટીકલ પોલિંગ સ્ટેશન વગેરે અંગે વિગતે માહિતી આપી હતી.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યા, ૬૬- ટંકારા મતવિસ્તાર જનરલ ઓબ્સર્વર મણીરામ શર્મા.IAS, ૬૭- વાંકાનેર જનરલ ઓબ્સર્વર રામચંદ્રન આર.IAS, ખર્ચ જનરલ  સિધ્ધાર્થ દાંગી.IRAS, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સબંધિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News