મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના કેસરબાગ પાસેથી મોંઘીદાટ દારૂની બાર બોટલ સાથે કિસન પકડાયો સાજીદની શોધખોળ


SHARE







મોરબીના કેસરબાગ પાસેથી મોંઘીદાટ દારૂની બાર બોટલ સાથે કિસન પકડાયો સાજીદની શોધખોળ

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ સામાકાંઠે કેસરબાગ નજીક વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનું બાઈક લઈને નીકળેલા ઇસમને રોકીને તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી મોંઘીદાઢ વિદેશી દારૂની બાર બોટલ મળી આવતા રૂપિયા ૨૪ હજારનો દારૂ, વીસ હજારનું બાઈક અને એક મોબાઇલ એમ કુલ રૂપિયા ૪૯ હજારના મુદ્દામાલ સાથે હાલ સ્થળ ઉપરથી મૂળ રાજકોટના એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ એક ઈસમની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીને આધારે સ્ટાફે ગત મોડી રાત્રિના દસેક વાગ્યે અરસામાં શહેરના સામાકાંઠે આવેલ કેસરબાગ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ નીકળેલ બાઇક નંબર જીજે ૩૬ કે ૨૯૫ ને અટકાવીને તપાસ કરતા બાઇકમાં રહેલ કિસન ઉર્ફે કાનો અશોકભાઇ દયાળજીભાઈ પાટડીયા જાતે કોળી (ઉમર ૨૪) મૂળ રહે. રાજકોટ બાપુનગર મેઇન રોડ જિલ્લા ગાર્ડન ચોક પાસે હાલ રહે. મોરબી વાવડી રોડ સુમતિનાથ સોસાયટી વાળાની જડતી લેવામાં આવતા તેની પાસેથી વિદેશી દારૂની મોંઘીદાટ એવી ૧૨ બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની રૂા.૨૪ હજાર જેવી કિંમત ગણવામાં આવી હતી તેમજ રૂા.૨૦ હજારનું બાઈક અને રૂા.૫ હજારની કિંમતનો એક મોબાઈલ એમ કુલ રૂા.૪૯ હજારના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી કિશન અશોક કોળી નામના મૂળ રાજકોટના ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પૂછપરછ દરમિયાન સાજીદ ઉર્ફે સાજલો મહેબૂબભાઇ સુમરા રહે. જોન્સનગર લાતીપ્લોટની પાસે મોરબી નું નામ ખુલ્યું હોય બંને વિરુદ્ધ હાલ પ્રોહીબીશન એક્ટ હેઠળ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને સાજીદ સુમરાની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

સામખેડા ગામના રવિ શંકરભાઈ નામના ૨૫ વર્ષના યુવાનને ૧૦૮ વડે હળવદની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેથી કરીને તે અંગે આગળની તજવીજ ચાલુ કરવામાં આવેલ છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના લીયા ગામના વતની ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચાવડા નામના ૨૭ વર્ષીય યુવાનને ગઈકાલ તા.૧૬ ના દસેક વાગ્યાના અરસામાં ઊંચી માંડલ ગામ પાસે આવેલ ક્રેંઝા સીરામીક નામના યુનિટમાં શોર્ટ સર્કિટના લીધે દાઝી જતા સારવાર માટે સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News