મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં બંધ એક કેદી પાસેથી મોબાઈલ મળ્યો !: બે કેદી સામે નોંધાયો ગુનો


SHARE





મોરબીની જેલમાં બંધ એક કેદી પાસેથી મોબાઈલ મળ્યો !: બે કેદી સામે નોંધાયો ગુનો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સબ જેલ ખાતે જેલમાં બંધ એક કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને અન્ય એક કેદીએ ચેકિંગની કામ કરી કરતા અધિકારી અને કર્મચારીને અપશબ્દો બોલીને ગેરવર્તન કર્યું હતું તેમજ ફરજમાં રૂકાવટ કરી હતી જેથી કરીને હાલમાં મોરબીની સબ જેલમાં બંધ બે કેદીઓની સામે મોરબી સબ જેલના જેલ સહાયકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 રાજ્યની જુદી જુદી જેલમાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે અને ત્યારે જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે મોબાઇલ, ગુટખા, પાન મસાલા વગેરે મળી આવતું હોય તેવું અનેક વખત જોવા મળ્યું છે આવી જ રીતે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સબજેલ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારે ત્યાં રહેલ કેદી જયરાજસિંહ વિજયસિંહ જાડેજામાં ગુપ્ત ભાગ પાસેથી સેમસંગ કંપનીનો સ્કાય બ્લૂ કલરનો એક મોબાઇલ મળી આવ્યો હતો તેમજ કેદી સૂર્યદિપસિંહ રણજીતસિંહ જાડેજાએ ઉસકેરાઈ જઈને અસભ્ય ભાષામાં શબ્દો બોલીને ગેરવર્તન કર્યું હતું અને ફરજમાં રૂકાવટ કરી હતી જેથી કરીને જેલ સહાયક ભરતભાઈ અમુભાઈ ખાંભરાએ બંને કેદીઓની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૫૦૪, ૧૮૬, ૧૮૮, ૧૧૪ અને પિઝન એક્ટ કલમ ૪૨, ૪૩, ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News