મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી કરનારો ઝડપાયો


SHARE





મોરબીના લીલાપર નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી કરનારો ઝડપાયો

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પવનસુત ઓફસેટ કારખાના પાસેથી બાઈક પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું તે બાઈકની ચોરી કરવામાં આવી હતી અને આ ચોરાઉ બાઇક સાથે હાલમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબી નજીકના લીલાપર ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા ભગવાનજીભાઈ મગનભાઈ દેત્રોજા જાતે પટેલ (૫૯) એ પોતાનું બાઈક નંબર જીજે ૩ સીબી ૬૬૬૪ ને લીલાપર ગામની સીમમાં આવેલ પવનસુત ઓફસેટ કારખાનાની બાજુમાં પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તા ૧૮/૧૦ ના રોજ રાત્રિના ૧૨ થી લઈને બીજા દિવસે સવારના ૮:૩૦ વાગ્યા સુધીમાં ચોરી કરી ગયેલ હતો જેથી કરીને તે પોતાની જાતે શોધખોળ કરતા હતા દરમિયાન તેનું બાઈક મોરબી નજીકના સનાળા ગામે મેલડી માતાજીના મંદિર પાસે રહેતા રાજુભાઈ મસાભાઈ વાઘેલા જાતે દેવીપૂજક (ઉંમર ૩૪) વાળો ચોરી ગયા હોય તેની પાસેથી ચોરાઉ બાઈક મળી આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી




Latest News