મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પુલમાં રાપરના બે પુત્ર સહિત પિતા : ગાંધીધામ:માં ત્રણ પુત્રોની માતાનું મૃત્યુ


SHARE







મોરબી ઝુલતા પુલમાં રાપરના બે પુત્ર સહિત પિતા : ગાંધીધામ:માં ત્રણ પુત્રોની માતાનું મૃત્યુ

મોરબીના ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક પરિવારનો માળો પિંખાઈ જવા પામ્યો છે અને દર કલાકે મૃત્યુ આંક વધી રહ્યો છે. તેમાં કચ્છના 5 જેટલા હતભાગી લોકો પણ દુર્ઘટનામાં કાળનો કોળિયો બની ગયા છે. અતિ દુ:ખદ ઘટનાથી કચ્છના રાપર અને ગાંધીધામના નિવાસી પણ ઘોઝારી ઘટનામાં મૃત્યુ પામતા બન્ને સ્થળે શોકની લહેર વ્યાપી ગઈ છે. જેમાં રાપરનું કુંભાર દંપતી પોતાના બે પુત્રો અને બે પુત્રીઓ સાથે મોરબી સામાજિક પ્રસંગે ગયા હતા તેમાં પરિવારના આધાર સ્તભ પિતા અને બન્ને પુત્રના દુર્ઘનામાં મોત થયા છે તો ગાંધીધામની ત્રણ સંતાનની વિધવા માતાના અવસાનથી સાથે ગયેલા ત્રણેય પુત્રો નિરાધાર બની ગયા છે.

ઘરનું ગુજરાન ચલાવતા મોભીનું અવસાન


રાપર નગરના ગધેદીધાર વિસ્તારમાં રહેતા અને ત્રમ્બો ત્રણ રસ્તા પર પાનબીડી સાથે ચાની હોટેલ ચલાવતા 45 વર્ષીય હુસેન દાઉદ કુંભાર તેમના પુત્રો હનીફ (ઉ.14), અસગર (ઉ.10), પત્ની હલીમાંબેન (ઉ.42), પુત્રીઓ અફસાના (ઉ.17) અને રિઝવાના (ઉ.14) મોરબી ખાતે રહેતા શાળાના ઘરે સગાઈ પ્રસંગે ગયા હતા, જ્યાં સાંજના સમયે તેઓ અન્ય સગા સબંધી સાથે ઝૂલતા પુલની સાહેલગાહે ગયા હતા જ્યાં પુલ તૂટવાની ધરઘટનામાં બન્ને પુત્રો સાથે પિતાનું પણ મૃત્યુ થયાની દુ:ખદ ઘટના બની છે. જેના કારણે હવે બે પુત્રી અને મતા નોંધારા બની ગયા છે તો પરિવારનો આધાર આ બનાવથી છીનવાઈ ગયો છે. હતભાગીઓના મૃતદેહોને આજે રાપર ખાતે દફનવિધિ માટે લાવવામાં આવ્યા બાદ તેમના જનજામાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. એક સાથે ત્રણ સભ્યોના જનાજા નીકળતા કઠોર હૃદયના માનવીના આંખમાં પણ અશ્રુધારા વહી નીકળી હતી.

ત્રણ પુત્રોની માતાનું પણ મૃત્યુ થતા બાળકો નિરાધાર બન્યા

મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગાંધીધમના સુંદરપુરી વિસ્તારમાં રહેતા 34 વર્ષીય કમળાબેન મુકેશભાઈ બારોટનો કિસ્સો પણ હૃદય દ્રાવક છે. તેમના પતિ મુકેશભાઈએ બે વર્ષ પૂર્વે આત્મહત્યા કરી લેતા 8,10અને 15 વર્ષના ત્રણ પુત્રોનું તેઓ એકલા હાથે પાલન પોષણ કરતા હતા. હતભાગી કમળાબેન દિવાળી વેકસનને લઈ જૂનાગઢ ફરવા ગયા હતા, ત્યાંથી પરત આવતા તેઓ મોરબી ભાણેજ જમાઈના ઘરે મહેમાનગતિસર ગયા હતા અને ગઈકાલે બનેલી અકપનીય દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. જેના કારણે અકસ્માતમાં બચી ગયેલા ત્રણેય સગીર પુત્રો નિરાધાર બની ગયા છે. તો મૂળ રાપરની અને આઠ માસ પૂર્વે મોરબી ખાતે પરણાવેલી 26 વર્ષીય રેસમાબેન અલીમામદ કુંભાર નામની મહિલાનું પણ આ ઘટનામાં તેના પતિ સાથે મૃત્યુ છે. આમ દોઢસો જેટલા માનવ મૃત્યુમાં અત્યાર સુધીમાં કચ્છના પણ 5 જેટલા લોકોના અવસાન થયા હોવાનું જાણવા મળ્યું છે.




Latest News