મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી : ટંકારના જબલપુરના બોડા પરિવારની ચાર પરિણીત દિકરી, ત્રણ જમાઇ અને પાંચ ભાણેજોની જીવનદોર એકસાથે કપાઈ


SHARE







મોરબી : ટંકારના જબલપુરના બોડા પરિવારની ચાર પરિણીત દિકરી, ત્રણ જમાઇ અને પાંચ ભાણેજો મળી ૧૨ ની જીવનદોર એકસાથે કપાઈ

મોરબીની પુલ દુર્ઘટનામાં સાંસદ મોહનભાઇ કુંડારીયાના 12 પરિવારજનોએ જીવ ગુમાવતા ટંકારા પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. બોડા પરિવાર પર વજ્રઘાત થયો છે.મોરબી ખાતે થયેલ ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં જબલપુરના પરિવાર ઉપર આભ તુંટ્યું છે. ચાર-પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજ મૃત્યુ પામ્યા છે. જબલપુર ગામના વતની સુંદરજીભાઈ પરસોતમભાઈ બોડા પરિવાર ઉપર ભારે કરૂણાંતીકા સર્જાયેલ છે તેમના ઉપર કુદરતનો કાળો કોપ થયેલ છે. 


મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં બોડા પરીવારની ચાર પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજના કરુણ મૃત્યુ થયેલ છે. બોડા પરિવારના કુટુંબીજનો જ નહી પરંતુ સમગ્ર જબલપુર ગામ હિબકે ચડ્યું છે. સમગ્ર ગ્રામજનો ભારે આક્રંદ કરી રડી રહેલ છે. બનાવને જાણ થાય ત્યારથી લોકો રડી રહેલ છે.મૃતકોમાં દીકરીઓ ઈલાબેન મહેશભાઈ છત્રોલા(રોહીશાળા), ધારાબેન હરેશભાઈ અમૃતિયા(ખાનપર), શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા (કેરાળા) અને એકતાબેન ચિરાગભાઈ જીવાણી (ખાનપર) તેમજ જમાઈ મહેશકુમાર નાગજીભાઈ છત્રોલા (રોહીશાળા), હરેશભાઈ માવજીભાઈ અમૃતિયા (ખાનપર) અને ભાવિક કાંતિલાલ દેત્રોજા (કેરાળા) તેમજ ભાણેજ નૈતિક મહેશભાઈ છત્રોલા-રોહીશાળા, જૈનવી હરેશભાઈ અમૃતિયા-ખાનપર, ભૂમિ હરેશભાઈ અમૃતિયા-ખાનપર, કુંજલ શૈલેષભાઈ રૈયાણી-ખાનપર અને આરવ ભાવિક દેત્રોજા-કેરાળા મળી કુલ ૧૨ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયેલા છે.
 




Latest News