મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકોના વારસદારોને 4 લાખની સહાય ચુકવાઈ


SHARE







મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકોના વારસદારોને 4 લાખની સહાય ચુકવાઈ

બે લોકો હજુ લાપતા: 169ને બચાવાયા તેમાંથી 152ને હોસ્પીટલમાંથી રજા, 17 સારવારમાં

મોરબીમાં સર્જાયેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં બચાવ ઓપરેશન પૂર્ણ થઈ જ ગયુ છે છતાં બે લોકો લાપતા હોવાથી તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. બીજી તરફ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ હતભાગીઓના પરિવારોને સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે.રાજયના મહેસુલ વિભાગ હેઠળની રાહત કમિશ્ર્નર કચેરી દ્વારા જાહેર કરાયેલી સતાવાર વિગતો મુજબ મુંબઈ દુર્ઘટનાનો મૃત્યુઆંક 135 થયો છે જયારે 169 લોકો ઘાયલ થયા હતા તે પૈકીના 152 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે જયારે હજુ 17 લોકો સારવાર હેઠળ છે. બે લોકો લાપતા હોવાથી તેમને શોધવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સવારથી એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતાવાર વિગતો પ્રમાણે 135માંથી 134 મૃતકોના વારસદારોને ચાર-ચાર લાખની સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે.

એક મૃતક પશ્ચિમ બંગાળના હોવાથી તેમના વારસદારોની ખરાઈની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હબીબ ઉલ એસ.કે.મહેસૂદ શેખ નામના આ મૃતકના મૃતદેહને ગઈકાલે જ હવાઈ માર્ગે વતન મોકલી દેવામાં આવ્યો હતો અને ગઈરાત્રે જ દફનવિધિ કરી દેવામાં આવી હતી. દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ 135 મૃતકોની અંતિમવિધિ ગઈકાલે જ થઈ ગઈ છે. સતાવાર રીતે જણાવાયા પ્રમાણે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ વહીવટીતંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.




Latest News