મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

સંવેદનશીલ તંત્ર : મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાના પગલે ૨૪ કલાકમાં ભોગ બનેલ પરિવારોને અર્પણ કરાયા સહાયના ચેક


SHARE











સંવેદનશીલ તંત્ર : મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાના પગલે ૨૪ કલાકમાં ભોગ બનેલ પરિવારોને અર્પણ કરાયા સહાયના ચેક

મોરબીની મચ્છુ જળ હોનારતમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેના પગલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ભોગ બનેલ પરીવારો માટે રાહતની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા તમામ મૃતકોના પરીવારોને રૂા.૪-૪ લાખ અને ઇજાગ્રતોને રૂા.૫૦-૫૦ હજાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોને રૂા.૨-૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂા.૫૦-૫૦ હજાર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બનાવ બન્યાના ૨૪ કલાકમાં જ આ રાહત તેઓને મળી જાય તે માટે તંત્ર કામે લાગી ગયું હતું અને ૨૪ કલાકથી ઓછા સમયમાં મૃતકોના પરિવારજનોને મળીને તેઓને સાંત્વના પાઠવીને આ સહાયની રકમના ચેકો અર્પણ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં મોરબીના જુદા જુદા વિસ્તારોમાં રહેતા ભોગ બનેલ પરિવારોને મળીને તંત્ર દ્વારા સહાયની રકમના ચેકો આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

જેમા હળવદ તાલુકાના મોરબી દુર્ઘટના મૃત્યુ પામેલાના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યા જેમાં હળવદ શહેરમાં રહેતા ફળદુ હાર્દિક અશોકભાઇ તેમની પત્ની મિરલબેન હાર્દીકભાઈ ફળદુના રૂા.૪-૪ લાખની સહાયનો ચેક તેમના પિતાને હળવદ મામલતદાર એન.એસ.ભાટી દ્રારા આપીને દિલસોજી પાઠવવામાં આવી હતી.તેમજ હળવદ તાલુકાના અન્ય રહેવાસીઓ જેમાં મનુભાઈ રામજીભાઈ વાઘેલા રહે.શિરોઈ,.બેચરભાઈ કે. પરમાર રહે.નવા દેવળીયા, સતિષભાઈ કચરાભાઈ દેસાઈ રહે.સુરવદર વાળાઓને હળવદ તાલુકા વિકાસ અધિકારી જી.બી.ચોધરી તથા અમિતભાઈ રાવલના હસ્તે ચાર ચાર લાખ રૂપિયાના ચેક અર્પણ કરી સ્વજનો ગુમાવવા બદલ દિલાસો આપવામાં આવ્યો હતો.






Latest News