ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી ઝડપાયા


SHARE







મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી ઝડપાયા

મોરબી, વાંકાનેર અને માળીયા તાલુકામાં જુદી જુદી જુગારની ત્રણ રેડ કરવામાં આવી છે અને ત્યારે કુલ મળીને ૧૪ જુગારીઓ ઝડપાયા હતા જેની પાસેથી પોલીસે ૬૧૮૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરના નવાપરામાં મીટીકુલ વાળી શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા મહેશભાઈ ઉર્ફે ટીનો દામજીભાઈ ભખવાડિયા, બાબુભાઈ ઉર્ફે કાનો કરસનભાઈ ડાભી, અજયભાઈ દિનેશભાઈ ડાભી, સંજયભાઈ કરસનભાઈ ડાભી, કમલેશભાઈ ગણેશભાઈ ડાભી, વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડિયા અને નરોતમભાઈ કેશુભાઈ વાઘેલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૬૪૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા અનિલભાઈ ખાતુભાઈ ધુમોડ, કૈલાશભાઈ ડેલસિંઘ રાઠોડ, રાકેશભાઈ બાથુભાઈ હામોદ, ટીટાભાઈ પિઠીયાભાઈ હામોડ અને ભારતભાઈ વરસિંગભાઈ મકવાણા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૮૦  રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નહોતી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણાના માતમ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા ઈરફાનભાઇ અબ્દુલભાઈ જેડા અને જાવેદભાઈ હસનભાઈ મોવર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૪૬૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News