મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના શ્રી જલારામ પ્રાથના મંદિરે  વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે


SHARE







મોરબીના શ્રી જલારામ પ્રાથના મંદિરે  વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે

મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવે છે.પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ દ્વારા કેક કટીંગનુ અનેરુ આયોજન કરવામાં આવેલ છે.છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓમાં મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહીલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનો તેમજ હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓના દ્રારા પુજન અને કેક કટીંગ કરાવવામાં આવ્યા હતા.

શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાનાર સપ્તવિધ કાર્યક્રમો પ્રભાત ધૂન, અન્નકુટ દર્શન, પૂ.જલારામબાપાનુ પૂજન,વૈદિક યજ્ઞ, વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ, મહાઆરતી તથા બપોરે મહાપ્રસાદ.પ્રવર્તમાન વર્ષે પણ સવારે ૧૧ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે.જે સરપ્રાઈઝ રાખવામા આવેલ છે.દરેક જલારામ ભક્તોને પધારવા મંદિર તરફથી ભાવભર્યુ નિમંત્રણ છે.બપોરે ૩ કલાકે જલારામ મંદિર ખાતેથી સમસ્ત રઘુવંશી સમાજ આયોજીત વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે મોરબીના રાજમાર્ગો પર ફરી દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી ખાતે વિરામ લેશે જ્યાં જલારામ જયંતિ ઉત્સવ સમિતી દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ જ્ઞાતિ ભોજન યોજાશે.




Latest News