સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસનાં સભ્ય સહિત ત્રણ શખ્સોએ કર્યો કુહાડી-ધોકા વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE





ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસનાં સભ્ય સહિત ત્રણ શખ્સોએ કર્યો કુહાડી-ધોકા વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડી પાસે હોટલ નજીક રૂપિયાની લેવડ દેવડ બાબતે ટંકારા તાલુકા પંચાયતના સભ્ય દ્વારા યુવાન અને તેના પિતા જે કારમાં જતા હતા તે કાર ઉપર કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને કારના આગળ, પાછળ અને સાઈડના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને યુવાન તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય સહિત ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા લજાઈ ચોકડી નજીક આવેલ ધરતીધન હોટલની બાજુમાં નર્સરી પાસે પ્રકાશભાઈ રામજીભાઈ કુંડારીયા જાતે પટેલ (ઉંમર ૩૨) અને તેઓના પિતા રમેશભાઈ કુંડારીયા તેની બ્રેઝા કાર નં. જીજે ૩૬ એલ ૦૩૩૧ લઈને જતા હતા ત્યારે આરોપી પંકજભાઈ દયારામભાઈ મસોત તેમજ તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા કુહાડી અને લાકડાના ઘોકા વડે કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પંકજભાઈએ કારના આગળના કાચમાં કુહાડીનો ઘા મારીને કાચ તોડી નાખ્યો હતો તેવી જ રીતે પાછળના કાચ અને સાઈડના કાચ પણ અજાણ્યા બંને શખ્સોએ લાકડી મારીને તોડી નાખ્યા હતા અને ત્યારબાદ પંકજભાઈ દ્વારા ફરિયાદી યુવાનને ગાળો આપવામાં આવી હતી અને ફરિયાદી તથા તેના પિતાને જાણતી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી

જેથી કરીને ભોગ બનેલા પ્રકાશભાઈ કુંડારીયા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ દયારામભાઈ મસોત અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે વધુમાં ફરિયાદી પ્રકાશભાઈ કુંડારીયાએ જણાવ્યુ હતું કે, પંકજભાઈ દયારામભાઈ મસોત ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય છે તે પોતાની સાથે બે શખ્સોને લઈને આવ્યા હતા અને તે ત્રણેય શખ્સોએ કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલો કરીને કારના કાચ તોડી નાખ્યા છે અને તેમને તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જો કે, કયા રૂપિયાની લેવડ દેવડની વાત છે તે બાબતે પૂછતા તેને જણાવ્યુ હતુ કે, હિટાચી અને જેસીબી મશીનના ૧૧૫૦૦ ની લેવડદેવડ બાબતે તેની સાથે આરોપી પંકજભાઈ દયારામભાઈ મસોત માથાકૂટ કરવા માટે આવ્યા હતા જો કે, આ રૂપિયાનો તેને છ મહિના પહેલા પરત આપી દીધેલ છે તો પણ તે ઉઘરાણી કરે છે




Latest News