મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણા


SHARE











ટંકારા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેને ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા વધુ ૧૨ બેઠક ઉપરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળે તેમ છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ જે રીતે મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર કાઠું કાઢ્યું છે તે જોતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ દરેક વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણીના જંગમાં ઝંપલાવે તેવું દેખાઈ રહ્યું છે દરમિયાન ક્રમશઃ આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારો ના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે અને આ આજે વધુ ૧૨ ઉમેદવારના આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી બેઠકના આમ આદિ પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઈ ભટાસણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે

હાલમાં સંજયભાઈ ભટાસણા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને વિધાન સભાના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને તેઓ મૂળ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામના રહેવાસી છે તેમણે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં તેઓ સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને સામાજિક કાર્યકર તરીકે પણ સમાજના જુદા જુદા કાર્યોમાં તેઓ સહયોગ આપતા હોય છે અને હાલમાં જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા બેઠક ઉપરથી તેઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ચોમેરથી તેના નં. ૯૮૭૯૬ ૧૧૬૭૨ ઉપર શુભકામનાઓ વરસી રહી છે






Latest News