મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામના ખેડૂતને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભથી ઘણો ફાયદો


SHARE











ટંકારાના ઓટાળા ગામના ખેડૂતને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભથી ઘણો ફાયદો

ખેડૂતો તેમના પાકનો સરળતાથી સંગ્રહ કરી શકે અને તેનું સંરક્ષણ કરી શકે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને નિયત ગોડાઉન બનાવવા માટે ૫૦ હજારની સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મેળવી રાજેશભાઈ મોમભાઈ ગોલતર જણાવે છે કેહું મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામનો ખાતેદાર ખેડૂત છું. મેં સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં સબસીડીનો લાભ લેવા માટે અરજી કરેલ હતી. જેમની મંજૂરી મળતા મેં મારા ખેતરમાં પાક સંગ્રહ સ્ટ્રકચર ગ્રામસેવકના માર્ગદર્શન મુજબ બનાવેલ છે. આમ ખેતરમાંથી મેળવેલ ઉત્પાદનનો સંગ્રહ મારા ખેતરમાં બનાવવામાં આવેલ પાક સંગ્રહ સ્ટ્રકચરમાં જ થઈ જાય છે જેથી પાકના હેરફેર કરવાનો ખર્ચ ઓછો થાય છે આ પહેલાં જ્યારે પાક ઉત્પાદન થતું ત્યારે મારે ગોડાઉન ન હોવાથી પાકનું ફરજિયાત જે ભાવ મળે તે ભાવમાં વેચાણ કરવું પડતુ હતું. હવે મારે ગોડાઉન હોવાથી જ્યારે બજારભાવ સારા મળે ત્યારે જ તેનું હું વેચાણ કરૂ છું. ઉપરાંત પાકની જાળવણી પણ સારી થાય છે આમસરકારની આ યોજના ખેડૂતો માટે ઘણી જ આશીર્વાદરૂપ છે. આ ગોડાઉનમાં મને ખેતીવાડી ખાતા દ્વારા ૫૦,૦૦૦ ની સહાય મળેલ છે. જેનો હું આભાર વ્યકત કરૂ છું.






Latest News