મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરનાર મુંજાવરના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરનાર મુંજાવરના રિમાન્ડ મંજૂર

મોરબીની અતૈહાસીક ધરોહર સમાન મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવા માટે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી અને અંતે મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરનારની સામે મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે દરગાહના મુંજાવરની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીમાં મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતી તેને હટાવવાની માંગ સાથે અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર બાદ મોરબી સિટી એ ડિવિઝન ખાતે મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર દ્વારા મણીમંદિરની બાજુમાં દરગાહ ધાર્મિક દબાણ કરનારા દરગાહના મુંજાવરની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે મુંજાવર હાશમશા જાફરશા ફકીર જાતે મુસ્લિમ (૬૦) રહે, ભરવાડ શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેના રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ જેથી કરીને કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા






Latest News