ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં એઠવાડ નાખવા બાબતે સામસામી મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ


SHARE







મોરબીના રોહીદાસપરામાં એઠવાડ નાખવા બાબતે સામસામી મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં જાહેરમાં રસ્તા ઉપર એઠવાડ નાખવા બાબતે પાડોશમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હોવાથી ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા મેઇન રોડ પર બાલમંદિર પાસે રહેતા કેશાભાઈ અમરાભાઇ સોલંકી (૬૨)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ પરસોતમભાઈ ચૌહાણ, તુષાર દીપકભાઈ ચૌહાણ, પ્રથમ દીપકભાઈ ચૌહાણ, જીગુભાઈ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઈ રમેશભાઈ ચૌહાણ, મયુર પરસોત્તમભાઈ ચૌહાણ અને મીનાબેન પરસોતમભાઈ ચૌહાણ રહે. બધા રોહીદાસપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓના પત્ની શેરીમાં એઠવાડ નાખવા માટે ગયા હતા ત્યારે આરોપી મીનાબેનને સારું નહીં લાગતા તેણે ફરિયાદી કેશુભાઈના પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીના પત્નીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા મીનાબેન અને તેના કૌટુંબીક ભાઈઓ દ્વારા ફરિયાદીની પત્ની સાથે માથાકૂટ કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ લાકડાના ધોકા અને એલ્યુમિનિયમની પટ્ટી વડે તેમજ છુટા પથ્થરના ઘા કરીને ફરિયાદીને માથાના ભાગે તેમજ તેના પત્નીને પણ મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે

તો સામા પક્ષેથી કાંતાબેન પરસોત્તમભાઈ ચૌહાણ (૫૦) એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કેશુભાઈ ઉર્ફે કારું અમરાભાઇ સોલંકી, સિધ્ધરાજ તુલસીભાઈ સોલંકી, વિનોદભાઈ અમરાભાઇ સોલંકી, મુકેશભાઈ વિનોદભાઈ સોલંકી, પુષ્પાબેન કેશુભાઈ સોલંકી અને અભિલાષાબેન તુલસીભાઈ સોલંકી રહે. બધા રોહીદાસપરા વાળા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓના મકાન પાસે આરોપી પુષ્પાબેન એઠવાડ નાખતા હતા જેથી કરીને એઠવાડ નાખવાની ના પાડતા તેઓને સારું નહીં લાગતા ફરિયાદી તેમજ તેઓના જેઠના દીકરા અને દીકરી સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારબાદ છૂટા પથ્થરના ઘા કરીને અને ઢીકાપાટુનો મારમારીને ઇજાઓ કરી હતી જેમાં કેશુભાઈ સોલંકીએ પાઇપ વડે તેમજ મુકેશભાઈ સોલંકીએ હાથમાં તલવાર લઈને હુમલો કર્યો હતો અને અન્ય આરોપીઓએ પથ્થરના છુટા ઘા કરીને ઇજાઓ કરી હતી. જેથી પોલીસે મારામારીના બનાવવામાં સામસામી ફરિયાદ લઈ રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

 

 






Latest News