સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન ગેસ ચોરીના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઑ જેલ હવાલે


SHARE





મોરબીમાં પ્રોપેન ગેસ ચોરીના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઑ જેલ હવાલે

મોરબીના બહાદુરગઢ ગામની સીમમાં ગેસ કટીંગ કરવામાં આવતું હતું ત્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે ગેસ ભરેલ ટેન્કર, ખાલી સીલેન્ડરબોલેરોગાડી, મોબાઇલ ફોન તથા ગેસ કાઢવાના સાધનો મળી કુલ ૨૯,૮૫,૪૨૪ ના મુદામાલ સાથે પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક અવધ વે બ્રીજ પાછળ બામણકા સીમ જતા રસ્તે ગેસ કટિંગ કરવામાં આવતું હતું ત્યારે એલસીબીની ટીમે રેડ કરી હતી અને ગેસ ભરેલ ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળા બજારમાં ગેસ સિલિન્ડર વેચવાની પ્રવૃતિ કરતાં રામસીંગ વિજયસીંગ રાઠોડ જાતે દરબાર (૫૮), જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલા જાતે આહિર (૨૬) અને પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ અવાડીયા જાતે આહિર (૩૫)ની ૨૯.૮૫ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે 




Latest News