મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લાલબાગ પાસે ઝૂપડામાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં લાલબાગ પાસે ઝૂપડામાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા શખ્સની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ પાસે સેવા સદન નજીક ઝુંપડામાં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી કરીને યુપીના શખ્સ સામે ભોગ બનેલી બાળકીની માતાએ આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં લાલબાગ નજીક સેવા સદન પાસે આવેલ નાસ્તા ગળી નજીક ઝુંપડામાં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી આરોપીના ઝૂપડામાં રમવા માટે ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઇને યુપીના શખ્સ દ્વારા તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી કરીને ભોગ બનેલી બાળકીની માતાએ સુમિતભાઈ ઉર્ફે બાડો રામશંકર ચોરસિયા રહે.હાલ નાસ્તાગલી લાલબાગ સેવાસદન પાસે સામાકાંઠે મોરબી-૨ મૂળ લખનઉ યુપી વાળાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તાત્કાલીક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાહેરમાં બખેડો 

મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર ધોળેશ્વર રોડ ઉપર મામાદેવ મંદિર પાસે સુરેશભાઈ અવચરભાઇ વિંઝવાડીયા (૨૩) અને જેરામભાઈ શિવાભાઇ સાલાણી (૪૦) જાહેરમાં બખેડો કરી રહ્યા હતા અને મારામારી કરતા હતા માટે પોલીસે ગુનો નોંધીને બંને સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News