મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ


SHARE







મોરબી ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની  સાથે બેઠકનું આયોજન ગત ગુરૂવારે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરએ તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી અન્વયે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં મતદાન જાગૃતિના કાર્યકમો પણ વિશેષ સંખ્યામાં યોજવા સૂચના આપી હતી. ઉપરાંત ચૂંટ્ણી સંદર્ભે અનુભવી અધિકારીઓને સાથે રાખી તમામ કામગીરીનું સુચારૂ આયોજન થાય તથા યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે મુજબ વિગતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડએ તમામ નોડલ અધિકારીઓને વિભાગવાર કામગીરીની વહેંચણી મુજબ જે તે નોડલ અધિકારીની જવાબદારી હેઠળ આવતી કામગીરી અંગે અત્યારથી વિગતે અભ્યાસ કરી, જાણકારી મેળવી સંલગ્ન તૈયારીઓ કરવા જણાવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે ખર્ચ મોનિટરિંગ નોડલ ઓફિસર તરીકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મદદનીશ ખર્ચ નોડલ ઓફિસર તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર, મેન પાવર મેનેજમેન્ટ, ઇવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ તથા કાયદો અને વ્યવસ્થા નોડલ ઓફિસર તરીકે નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, આચારસંહિતા નોડલ ઓફિસર તરીકે એન.એસ. ગઢવી, ટ્રેનિંગ મેનેજમેન્ટ તથા મટીરીયલ મેનેજમેન્ટ નોડલ ઓફિસર તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વીડજા, બેલેટ પેપર/ડમી બેલેટ/પોસ્ટલ બેલેટ નોડલ ઓફિસર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, મીડિયા નોડલ ઓફિસર તરીકે સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, CCTV & વેબકાસ્ટિંગ નોડલ ઓફિસર તરીકે આઈ.સી.ટી. અધિકારી આર.આર. ગોહિલ, કોમ્પ્યુટરાઈઝેશન તથા C-Vigil  નોડલ ઓફિસર તરીકે એલ.ઇ. કોલેજના પ્રોફેસર ટી.જી. વસાવા, હેલ્પલાઇન તથા ફરિયાદ નિકાલ નોડલ ઓફિસર તરીકે મામલતદાર એચ.ડી. પરસાણીયા, SMS મોનિટરિંગ અને કોમ્યુનિકેશન પ્લાન નોડલ ઓફિસર તરીકે ડી.ઇ.ઓ. - એન.આઇ.સી. શ્વેતન શાહ, વેલફેર નોડલ ઓફિસર તરીકે જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિક્રમસિંહ ચૌહાણ, SVEEP નોડલ ઓફિસર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઇ રાણીપા, PwD નોડલ ઓફિસર તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, સ્થળાંતરિત મતદારો નોડલ ઓફિસર તરીકે મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણી, હેલિકોપ્ટર ઉડ્ડ્યન-ઉતરાણ નોડલ ઓફિસર તરીકે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, કોવિડ-૧૯ નોડલ ઓફિસર તરીકે એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.ચેતન વારેવડીયા, ભાષા ટ્રાન્સલેટર તરીકે એલ.ઇ. કોલેજના આસિસ્ટન્ટ લેક્ચરર કે. કે. દુદાણી તથા ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ નોડલ ઓફિસર તરીકે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાહુલ પ્રજાપતિ વગેરેની નિમણૂક કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર જે.બી.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાહુલ પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઇ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વીડજા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણી સહિત વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News