સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી: એક એવો મેળો જયાં પરણિત દંપતી સાત જન્મ એક થવા માટે કરે છે ફરી લગ્ન


SHARE





મોરબી: એક એવો મેળો જયાં પરણિત દંપતી સાત જન્મ એક થવા માટે કરે છે ફરી લગ્ન

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે પાલણપીરની જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી મેઘવાડ  સમાજના લોકો આવતા હોય છે અને મેળાના છેલ્લા દિવસે લગ્ન થેયલા દંપતીના ફરીથી લગ્ન કરાવવામાં આવે છે અને તેના લીધે આ મેળો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે

ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે પાલણપીરનો મેળો ભરાય છે અને પાલણપીર નામના આ સિદ્ધ સંત પોતાની વેદવાણીથી પ્રસિદ્ધિ પામ્‍યા છે. અને તેમણે બારમતી સંપ્રદાય’ ની સ્‍થાપના કરી હતી અને પંદર લાખ જેટલા વેદોનું કથન કર્યું છે. આ વેદવાણી-ભવિષ્‍યમાં સમાજને ઉપકારક સાબિત થઇ છે અહિયાં દર વર્ષે ભાદરવા માહિનામાં નોમ, દસમ અને અગિયારસનો મેળો ભરાઈ છે જેમાં દૂર દૂરથી સમાજના લોકો આવે છે અને ત્યાં કપુરીયા કુંડમાં સ્‍નાન કરી જાણ્‍યે-અજાણ્‍યે પોતાનાથી થયેલા પાપમાંથી લોકો મુકિત મેળવે છે. ત્‍યાર પછી બધા લોકો સરગ પાવડીએ જાય છે. અને ત્‍યાં પોતાના ગુરૂ પાસે મુકિતનો માર્ગ માગે છે. અને અગીયારસના દિવસે લોકો ઢોલ-નગારા સાથે એક વખત જે લોકોના લગ્ન થયા હોય તે જ દંપતિ ફરી પાછા અહી લગ્ન કરી છે અને અહિયાં લગ્ન કરવાથી સાત જન્મ સુધી દંપતી એક થઈ જાય છે તેવી માન્યતા હોવાથી દંપતી અહી મેળામાં આવે છે અને લગ્ન પણ કરે છે




Latest News