મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ: હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો યથાવત


SHARE







મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ: હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો યથાવત

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજ મહેરબાની કરી રહ્યા છે અને ધીમો વરસાદ વરસી રહ્યો છે દરમિયાન બુધવારે સવારથી લઈને સાંજ સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે જો કે, પાંચ તાલુકામાં અડધાથી લઈને દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે જેથી કરીને સ્થાનિલ જળાશયોમાં નવા નીર નોંધાયેલ છે અને ડેમની નીચેના ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે

મોરબી જીલ્લામાં ગઇકાલે આખા દિવસમાં મેઘરાજાએ ધીમીધારે બેટિંગ કરી હતી જેથી કરીને જીલ્લાના પાંચેય તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે અને આખા દિવસમાં મોરબી શહેર અને તાલુકામાં વધુ અડધાથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં ૩૩, એમએમ, હળવદ તાલુકામાં ૨૩, એમએમ, ટંકારા તાલુકામાં ૯ એમએમ, વાંકાનેર તાલુકામાં ૧૦ એમએમ અને માળિયામાં ૨૭  એમએમ વરસાદ વરસ્યો છે અને જો સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં મોરબી તાલુકામાં ૮૪૨ એમએમ, હળવદ તાલુકામાં ૪૯૪ એમએમ, ટંકારા તાલુકામાં ૭૩૩  એમએમ, વાંકાનેર તાલુકામાં ૫૦૫ એમએમ અને માળિયા તાલુકામાં ૫૧૪ એમએમ વરસાદ નોંધાયેલ છે અને આજે હવામાન વિભાગ દ્વારા મોરબી જીલ્લામાં વરસાદની આગાહી કરેલ છે જેથી કરીને તંત્ર એલર્ટ છે અને સ્થાનિક જળાશયો છલકું છલકું છે જેથી કરીને ડેમની નીચેના ભાગમાં આવતા ગામડાના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે




Latest News