મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી હરી પાર્કના બંધ મકાનમાંથી દાગીના-રોકડા મળીને ૩.૬૭ લાખથી વધુના મુદામાલની ચોરી


SHARE







મોરબીના શ્રી હરી પાર્કના બંધ મકાનમાંથી દાગીના-રોકડા મળીને ૩.૬૭ લાખથી વધુના મુદામાલની ચોરી

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ શ્રી હરી પાર્કમાં રહેતા યુવાનના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરના તાળાં તોડીને ઘરમાંથી સોનાનો ચેન, સોનાનો સેટ, સોનાના પેંડાલ અને રોકડા રૂપિયા ૧.૦૫ લાખ આમ કુલ મળીને ૩.૬૭ લાખથી વધુના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળીયાના મેઘપર ગામના રહેવાસી અને હાલ શ્રી હરી પાર્ક સમજુબા સ્કુલ પાસે નાની વાવડી ગામે રહેતા વિનોદભાઈ કુંભાભાઈ સોંલકી જાતે દેવીપુજક (૩૫)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૮ ના રોજ રાતે ૧૦ વાગ્યાથી બીજા દિવસે સવાર સુધી તેનું ઘર બંધ હતું કેમ કે તે પોતાના ગામડે પિતૃકર્યામાં હાજરી આપવા માટે પરિવાર  સાથે ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવીને મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરીને સોના દાગીનાના બોક્ષ ખોલી સોનાનો સેટ જેમા કાનની બુટી તેમજ ગળામા પહેરવાનો હાર (સેટ) જે બન્ને થઈને આશરે ૨૩ ગ્રામ, ગળામા પહેરવાનો સોનાનો ચેન આશરે ૧૨ ગ્રામ, સોનાનુ પેંડલ આશરે ૭ ગ્રામ, સોનાની વીંટી નંગ ત્રણ આશરે વજન ૧૧ ગ્રામ, ચાંદીના સાંકળા, ચાંદીની લકી, મંગળ સુત્ર, સોનાનુ પેંડલ ૧ વજન આશરે ૦.૫૬ ગ્રામ, ચાંદિનો ઝુડો વજન આશરે ૧.૫૨, કાનમા પહેરવાની સોનાની બુટી આશરે ૧૦ ગ્રામ અને રોકડા રૂપીયા ૧૦૫૦૦૦ આમ કુલ મળીને ૩,૬૭,૭૫૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી કલમ ૩૮૦૪૫૪૪૫૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News