મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











ટંકારા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

ટંકારાથી જામનગર તરફ જવાના રસ્તા ઉપર પરિવાર કોટન પાસે બાઈકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ચાલકને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના ભાઈએ હાલમાં કાર ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી પ્રમાણે ટંકારાના જય નગરમાં રહેતા રાજેશભાઈ ભનુભાઈ સાડમિયા જાતે દેવીપુજક (૨૮) એ હાલમાં કાર નંબર જીજે ૩૬ એફ ૮૦૦૨ ના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ભાઈ અરવિંદભાઈ ઉર્ફે બાબુભાઈ ભાનુભાઈ સાડમિયા જાતે દેવીપુજક રહે. જયનગર વાળા પોતાનું બાઈક નંબર જીજે જે ૨૬૫૦ લઈને મજૂરી કામે જતા હતા ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અરવિંદભાઈને હાથે પગે અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈ રાજેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસે ટ્રક નંબર જીજે ૧૨ બીએક્સ ૮૫૫૦ બંધ પડ્યો હતો અને ત્યારે પાછળથી આવી રહેલ એસટીની બસ નંબર જીજે ૧૮ ઝેડ ૭૭૩૦ ટ્રકના પાછળના ભાગે ખાલી સાઇડમાં અથડાતા તેમાં બેઠેલ ફરિયાદી સચિનભાઈ પ્રવીણભાઈ ટીલાવત જાતે બાવાજી (૩૭) રહે. માલજીનજવા તાલુકો તાલાલા વાળાને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી અને અન્ય મુસાફરોને પણ નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ એસટી બસમાં નુકસાન થયેલ છે જેથી હાલમાં બસમાં મુસાફરી કરી રહેલા ઇજાગ્રસ્ત મુસાફરની ટંકારા તાલુકા પોલીસે ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News