મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ અને હળવદના સમલી ગામે દારૂની બે રેડ: જેતપર ગામે જુગાર રમતા પાંચ પકડાયા


SHARE











મોરબીના ઘુટુ અને હળવદના સમલી ગામે દારૂની બે રેડ: જેતપર ગામે જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી તાલુકાના ઘુટુ ગામ પાસે અને હળવદ તાલુકાના સમલી ગામ પાસે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની નાની મોટી ૪૯ બોટલ સાથે પોલીસે બે શખ્સને પકડેલા છે અને એક શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

હળવદ તાલુકાના સમલી ગામની સીમમાંથી પસાર થતી કાર નંબર જીજે ૩૬ એસી ૯૫૨૧ ને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી દારૂની ૨૭ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૧૨૫ ની કિંમતની દારૂની બોટલો તેમજ બે લાખ રૂપિયાની કિંમતની કાર કામ કુલ મળીને ૨૧૦૧૨૫ નો મુદ્દા માલ કબજે કરેલ છે અને કારચાલક તકનો લાભ લઈને કાર છોડીને નાશી ગયો હતો જેથી પોલીસે પ્રતાપભાઈ જીલુભાઈ સોલંકી જાતે રજપૂત રહે. સુંદરી ભવાની વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબી તાલુકાના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ નજીક બાવળની જાળીમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની નાની ૨૨ બોટલ મળી આવી હોય પોલીસે ૨૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો હાર્દિકભાઈ ગણપતભાઈ લાંઘણોજા (૩૧) રહે. હરિઓમ પાર્ક ઘુટુ તેમજ પીરાભાઈ જોધાભાઈ ભરવાડ (૩૪) રહે. રામકો વિલેજ સોસાયટી વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જેતપર જુગાર

મોરબી તાલુકાના જેતપર ગામે વણકરવાસમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દાનાભાઈ પ્રેમજીભાઈ પરમાર, લાભુભાઈ કારાભાઈ પરમાર, નારણભાઈ બાબુભાઈ પરમાર, દીપકભાઈ કાંતિભાઈ ધામેચા અને નાગજીભાઈ ખીમજીભાઇ પરમાર મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૬૩૮૦ ની રોકડ કબજે કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News