મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશિપમાં પાર્ક કરેલી કારને હટાવવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીની ઉમા ટાઉનશિપમાં પાર્ક કરેલી કારને હટાવવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં પાર્ક કરેલી કારને ખસેડવા માટે યુવાને કહ્યું હતું જે સારું નહીં લાગતા કુલ મળીને છ શખ્સો દ્વારા યુવાનની સાથે બોલાચાલી કરીને તેની  સાથે ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી તેમજ ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને છરીનો બુંધરાવટીનો માથાના ભાગે ઘા માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે છ શખ્સોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ ખાતે આવેલ શિવ પ્રેમ હાઈટમાં રહેતા રાહુલભાઈ ઉર્ફે મુન્નો કાંતિભાઈ વિડાજા (૩૪) ઉમા ટાઉનશીપમાં પાર્ક કરેલી ફોરવીલ કાર હટાવતા હતા ત્યારે તેણે પ્રકાશભાઈ ફુલતરીયા અને અમૃતલાલ કુંડારિયાને તેઓની કાર હટાવવા માટે થઈને કહ્યું હતું જે તેઓને સારું નથી લાગતા તેઓએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ અમૃતલાલ કુંડારીયાનો દીકરા નિશિતે તેને સમાધાન કરવા માટે થઈને ફોન કરીને રાહુલને ઘરેથી બોલાવ્યો હતો અને ત્યારે નિશિત અને અન્ય અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી કરીને ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી અને જે અજાણ્યા ત્રણ શખ્સો આવ્યા હતા તેમણે ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક શખ્સના હાથમાં છરી હતી તેનો બુંધરાવટીનો ભાગ રાહુલને માથાના ભાગમાં માર્યો હતો જેથી કરીને તેને ઇજા થઈ હોવાથી રાહુલને સારવારમાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ રાહુલ વીડજાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ ફુલતરીયા, અમૃતલાલ કૂંડારીયા, અમૃતલાલ કુંડારીયાનો દીકરો નિશીત અને અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બગથળા ગામેથી જેપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર ટોટો કારખાના નજીક બે બાઈક સામ સામે અથડાયા હતા જેથી અકસ્માતના બનાવવામાં ભિલા ગોપાલભાઈ બાબુભાઈ (૫૭) નામના બગથળાના રહેવાસી વૃદ્ધને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા

થાનગઢમાં બાલમંદિર પાસે આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતા મંજુલાબેન શંકરભાઈ સખનપરા (૬૪) બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી તે કોઈ કારણોસર અકસ્માતે નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં લઈને આવ્યા છે અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ પટેલ વાડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વાવડી રોડ ઉપર રહેતા ગીતાબેન બીપીનભાઈ બગથરીયા (૪૦) નામની મહિલાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબી શહેરની જનકલ્યાણ સોસાયટીમાં રહેતા સંદીપભાઈ ઘનશ્યામભાઈ ચુડાસમા (૩૫) ને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબી નજીકના ખાનપર ગામે રહેતા ઋત્વિકભાઈ નરશીભાઈ ઘોડાસરા (૨૨) બાઇક લઈને પંચાસર ચોકડી પાસેથી જતા હતા ત્યારે તેઓના બાઈકને ટ્રક ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને ઇજાઓ થઈ હતી અને આ બનાવની પણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News