સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા અને મિતાણા પાસે ઓવરબ્રિજના અધૂરા કામના લીધે વાહન ચાલકો હેરાન પરેશાન  


SHARE





ટંકારા અને મિતાણા પાસે ઓવરબ્રિજના અધૂરા કામના લીધે વાહન ચાલકો હેરાન પરેશાન  

રાજકોટ - મોરબી હાઇવે ચાર માર્ગીય બનાવ્યા બાદ ટંકારા લતીપર ચોકડી ખાતે ઓવરબ્રિજનુ કામ ચાલુ છે તેવી જ રીતે મિતાણા પાસે પણ ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, છેલ્લા ઘણા વર્ષોથી કામ ચાલુ હોવા છતાં તે કામ પૂરું થતુ જ નથી જેથી કરીને લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

રાજકોટ -મોરબી હાઇવે ઉપર મિતાણા અને ટંકારા નજીક છેલ્લા ઘણા વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે જે તે કામ કેમ પૂરું થતું જ નથી તે તપાસનો વિષય છે આ કામ ચળું હોવાના લીધે છેલ્લા વર્ષોમાં ઘણા અકસ્માતો સર્જાયા છે જેમાં ઘણા લોકોને નાનાં મોટી ઇજા થયેલ છે અને કેટલાકના જીવ પણ ગયા છે તેમજ વાહન ચાલકોને આર્થિક નુકસાન પાનાં થયું છે આ ઉપરાંત રાહદારીઓને ધુળની ડમરી સહન કરવી પડે છે અત્રે ઉલ્લેખનીય છે કે, ઓવરબ્રિજનું કામ શરૂ થાય તે પૂર્વે સર્વિસ રોડ કાઢવો ફરજીયાત હોવા છતાં માર્ગ અને મકાન વિભાગની દયાના લીધે કોન્ટ્રાક્ટરે યોગ્ય સર્વિસ રોડ કાઢેલ ન હતા જેથી કરીને ઓવરબ્રિજનું કામ ચાલુ છે એટલા વર્ષથી વાહના ચાલકો મિતાણા અને ટંકારા પાસેથી પોતાના વાહનોમાં ઉછળ કૂદ કરતા પસાર થાય છે અને  તંત્ર જાણે કે વધુ જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે




Latest News