મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે શુક્રવારે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો કેમ્પ યોજાશે


SHARE







મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે શુક્રવારે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો કેમ્પ યોજાશે

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો કેમ્પ યોજાશે અને તા. ૨-૯ ના રોજ આ કેમ્પ યોજવાનો છે જેથી કરીને વધુમાં વધુ લોકો દ્વારા તેનો લાભ લેવામાં આવે તેવો અધિકારીએ અનુરોધ કરેલ છે

ભારત સરકારની ૦ થી ૧૦ વર્ષ સુધીની દિકરીઓ માટેની ખુબ જ લોકપ્રિય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જે સૌથી સારું વળતર તેમજ દિકરીને પગભર થવા, ઉચ્ચ અભ્યાસ, આત્મનિર્ભર બનવા,તેમજ લગ્ન પ્રસંગે મળવાપાત્ર લાભો માટેની ઉત્કૃષ્ટ યોજના છે આ યોજનાને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે છતાં પણ ઘણી જ દિકરીઓ આ યોજનાથી વંચિત રહી ન  જાય તે માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં તા ૨-૯-૨૨ ના રોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ ખાતું ખોલવા માટે કન્યાના જન્મ તારીખનો દાખલો, વાલીનું આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્ષ કોપી અને વાલીના પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ અને ૨૫૦ સાથે હાજર રહેવું છે અને સ્થળ પર જ ફોર્મ ભરી આપવામાં આવશે. તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ કેમ્પ તે દિવસે સવારે ૯ થી સાંજના ૫ સુધી ચાલુ રહેશે જેથી કરીને કેમ્પનો લાભ લેવા માટે જે.આર. રાવલએ અખબારી યાદીમાં જણાવ્યુ છે અને વધુ વિગત માટે પ્રશાંતભાઈ પાટીલ ૯૪૨૬૪૦૫૫૯૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News