સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં દેણું વધી જતાં જિનિંગ મિલના માલિકે પોતાના જ કારખાનામાં કર્યો આપઘાત


SHARE





ટંકારામાં દેણું વધી જતાં જિનિંગ મિલના માલિકે પોતાના જ કારખાનામાં કર્યો આપઘાત

ટંકારા તાલુકાના દેવડીયા ગામ પાસે આવેલ જિનિંગ મિલના માલિક ઉપર દેણું વધી ગયું હતું જેથી કરીને તેના ટેન્શનમાં આવી જતા પોતાના જ કારખાનાની ઓફિસમાં ગળાફાંસો ખાઈને યુવા ઉદ્યોગપતિએ આપઘાત કરી લીધો હતો જેથી તેના પરિવારજનો દ્વારા આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકામાં આવેલ દેવડીયા ગામે રહેતા મયુરભાઈ હીરાભાઈ ભાલોડીયા જાતે પટેલ (ઉંમર ૩૨) એ દેવડીયા ગામ પાસે આવેલ પોતાના શ્રી કેટેક્ષ જીનીંગ ફેક્ટરી નામના કારખાનાની ઓફિસમાં ગઈકાલે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ વઘેરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક મયુરભાઈ હરિભાઈ ભાલોડીયા શ્રી કેટેક્ષ જિનિંગ મિલના કરતા હર્તા હતા અને તેઓના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બે કરોડ રૂપિયાનું દેણું ચડી ગયું હતું તેમજ પાંચ કરોડ રૂપિયાની બેંકની લોન લીધેલ હોય બેંકમાંથી ગઈકાલે ઓડિટ માટે થઈને ફોન આવ્યો હતો જેથી ટેન્શનમાં આવી જતા મયુરભાઈ હરિભાઈ ભાલોડીયાએ પોતાના કારખાનાની ઓફિસમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી જીનિંગ મિલ બંધ હતી અને મૃતક મયુરભાઈ ભાલોડીયાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને સંતાનમાં ૧૦ માસનો એક દીકરો છે હાલમાં ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોલીસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી રાજુભાઈ આહિરવાર (૪૫)નું કોઈ બીમારી સબબ તેના કવાર્ટરની અંદર જ મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને મૃતક રાજુભાઈ આહિરવારના ભાઈ ગબ્બરભાઈ ફૂલ્લેભાઈ આહીરવાર (૪૨) રહે. મધ્યપ્રદેશ વાળાએ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News