મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીની રંગપર માધ્યમિક શાળાની સુવર્ણ જ્યંતી ઉજવાશે


SHARE







મોરબીની રંગપર માધ્યમિક શાળાની સુવર્ણ જ્યંતી ઉજવાશે

મોરબીની રંગપર માધ્યમિક શાળાને ૫૦ વર્ષ પૂરા થતાં તેની સુવર્ણ જ્યંતી ઉજવાવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધી સરકારી નોકરી કરનારનું સન્માન કરાશે

મોરબીના રંગપર ગામે ૧૯૭૨ માં માધ્યમિક વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી જેને હાલ ૫૦ વર્ષ પૂર્ણ થયા હોય સુર્વણ જ્યંતી મહોત્સવની ઉજવણી કરવાનું દિવ્ય અને ભવ્ય આયોજન આગામી તા.૩૧ ના રોજ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ૫૦ વર્ષ દરમ્યાન રંગપર ગામની ભૂમિમાં જન્મ ધારણ કરી, રંગપર ગામનો ખોળો ખુંદી, માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધીના હોદ્દાઓ પર રહી સરકારી નોકરી કરતા અને નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે,તેમજ રંગપર માધ્યમિક શાળાની ગતિ અને ગરીમા વિશે વાતો કરવામાં આવશે એમ મરવડ કેળવણી મંડળ સંચાલિત રંગપર માધ્યમિક વિદ્યાલયના પ્રમુખ દિલુભા ઝાલા તેમજ આચાર્ય એમ.એન.સદાતિયાની યાદીમાં જણાવવામાં આવે છે.




Latest News