સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ખુલ્લી તલવાર સાથે કારખાનામાં આતંક મચાવનારા બે કોન્ટ્રાક્ટરની ધરપકડ


SHARE





મોરબીમાં ખુલ્લી તલવાર સાથે કારખાનામાં આતંક મચાવનારા બે કોન્ટ્રાક્ટરની ધરપકડ

મોરબીના સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવામાં આવ્યો હતો ત્યાર બાદ કોન્ટ્રાક્ટર કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવ્યો હતો અને કારખાનાના માલિકને માર માર્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ઇજાગ્રસ્ત કારખાનેદારના ભાઈફરિયાદ નોંધાવી હતી તેના આધારે રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબીના સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાક્ટર રણબીરસિંગ જાટ અને યોગેન્દ્રસિંગ જાટ રહે. રંગપર વાળાને કારખાનામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેનો રોષે રાખીને કોન્ટ્રાકટરે કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવીને શનિવારે સાંજે આંતક મચાવ્યો હતો અને કારખાનના સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. જેથી પ્રકાશભાઇ નરભેરામભાઇ બારૈયા જાતે પટેલ (૩૨)ની ફરિયાદ લઈને પોલીસે રણદીપસિંગ જાટ તથા યોગેન્દ્રસીંગ જાટ રહે. બન્ને રંગપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં રણદીપસિંગ પરમજીતસિંહ જટ્ટ જાતે સરદારજી (૪૧) અને યોગેન્દ્રસિંગ સંદીપસિંગ જટ્ટ જાતે સરદારજી રહે. હાલ રંગપર વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News