સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો


SHARE





મોરબીના ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે દ્વારા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી અને અજાણ્યા શખ્સ દ્વારા ઉદ્યોગકારના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર મેસેજઓડિયો અને વિડીયો પણ મોકલાવવામાં આવ્યા હતા અને રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી જેની ફરિયાદના આધારે પોલીસે મૂળ બિહારના એક શખ્સની અગાઉ ધરપકડ કરી હતી તેના ભાઈ અને મુખ્ય સૂત્રધારાની હાલમાં ધરપકડ કરી છે

મોરબીના નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જાતે પટેલ (૩૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખંડણીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેઓના મોબાઈલ ફોન ઉપર મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને વોટસએપ ઓડીયો કોલ કરીને તેમજ ઓડીયોવિડીયો અને મેસેજ મોકલાવીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીનેખંડણી માંગનારા અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ઉદ્યોગકારને મેસેજ, ઓડિયો અને વિડીયો મોકલાવીને ખંડણી માંગવાના ગુનામાં અગાઉ અમરૂમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) મૂળ બિહાર વાળાની ઝડપી લીધો હતો આ ગુનામાં હાલમાં એ ડિવિઝન પોલીસે અગાઉ પકડાયેલા આરોપીના ભાઈ અને મુખ્ય આરોપી કલીમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) રહે, જેકટીયા મમૈણીયા તાલુકો બેનિયા પશ્ચિમ ચંપારણ બિહાર વાળાની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે તેમજ આ ગુનામાં પકડવાના બાકી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કરલે છે 




Latest News