મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મેરે દેશ કી ધરતી દારૂ ઉગલે !: મોરબી જીલ્લામાં પડતર જમીનમાં દારૂની પેટીઓ રાખીને કટીંગ ?


SHARE











ટંકારા તાલુકાના છતર ગામ પાસે જીઆઇડીસી નજીક પડતર જમીનમાં દારૂનો જથ્થો છુપાવીને ત્યાંથી દારૂનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂના જથ્થા સાથે ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧૨,૯૨,૩૨૦ થી વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી છે

ટંકારાની પીએસઆઇ બી.ડી. પરમાર તથા વિજયભાઇ નાગજીભાઇ બારને સયુંકત હકિકત મળેલ હતી કે છતર ગામની જી.આઇ.ડી.સી. ના પાછળના ભાગે પડતર જમીનમાં ઇંગ્લીશદારૂની પેટીઓ છુપાવી રાખી કીટીંગ ચાલુ છે જેથી પોલીસ સ્ટાફે સ્થળ પર રેડ કરી હતી ત્યારે ત્યાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની કુલ ૨૧૦૦ બોટલ કબજે કરીને ૮,૭૭,૩૨૦ નો દારૂ તેમજ એક બોલેરો જી.જે. ૭ વાય ર૭ર વાળી જેની કિંમત ૧,૦૦,૦૦૦, બીજી કાર નં  જી.જે. ૨૪ એ.એફ. ૫૭૭૯ જેની કિંમત ૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ ૦૪ આમ કુલ ૧૨,૯૨,૩૨૦ નો મુદામાલ ઝડપી લીધો હતો અને દારૂની હેરાફેરી કરતા આરોપીઓ અમરશીભાઇ સુજાભાઇ એવારીયા ૪૩ રહે.ગાંધીધામ ભારતનગર, કમલેશભાઇ બાબુલાલ કારેલીયા ૪૨ રહે. હડાળા આશોપાલવ સોસાયટી, અશ્વીનભાઇ દશરથભાઇ રૂદાતલા ૩૭  રહે. હડાળા શીવડેરીની પાછળ અને મયુરભાઇ રણછોડભાઇ મકવાણા ૩૫ ધંધો રહે. હડાળા પાટીયે ગોવરધન પાર્કની ધરપકડ કરી છે






Latest News