મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના કુલીનગરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબી શહેરના વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગર-૧ માં રહેતા રમજાનભાઈ જાફરભાઈ ખોખર (ઉમર ૨૭) એ પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા દેવરાજ વિપુલભાઈ બાર (ઉંમર ૧૧) ને હોથીપીરની દરગાહ પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લીધે હતો જેથી તેને ઇજા થઈ હતી માટે બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News