મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટું રોડ ઉપર યુવાનનું મોત નિપજાવનારા ટેન્કર ચાલકની ધરપકડ


SHARE











મોરબીના ઘુટું રોડ ઉપર યુવાનનું મોત નિપજાવનારા ટેન્કર ચાલકની ધરપકડ

મોરબીના સામાકાંઠે ઘુટું રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઘુંટુ ગામના યુવાનનું મોતનું નીપજ્યું હતું. જેથી મૃતક યુવાનના પિતા દ્વારા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરેલ છે.

મોરબીના ઘુંટુ ગામે રહેતો પાર્થ ગોવિંદભાઈ પરેચા (૨૦) નામનો યુવાન ગઈ તા.૩૧-૭ ના સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ટીફીન આપવા માટે મોરબી તરફ આવતો હતો ત્યારે ઘુંટુ રોડ ઉપરથી તે જયારે પસાર થઈ રહ્યો હતો ત્યારે એકોર્ડ સીરામીકના ગેઇટની સામે તેના બાઈકને પાણી ભરેલા ટેન્કર નં. જીજે ૧૨ વાય ૮૦૮૦ ના ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં ગંભીરપણે ઇજાઓ થવાથી પાર્થ પરેચાનું મોત નિપજયુ હતું.જેથી બી ડિવિઝન પોલીસ મથકે મૃતકના પિતા ગોવિંદભાઈ ગાંડુભાઇ પરેચાએ ટેન્કર નંબર જીજે ૧૨ વાય ૮૦૮૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આ બનાવમાં પીએસઆઈ એલ.એન.વાઢિયા દ્વારા ટેન્કરના ચાલક જયંતિભાઇ નારણભાઇ સુમડ જાતે રાજગોર બ્રહ્મણ (૭૧) રહે.રામકૃષ્ણ સોસાયટી મોરબી-૨ મૂળ રહે.મનહરપરા ફાયર બ્રીગેડ પાસે ભાવનગર રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે.

૨૦ રૂપિયા આપવાની ના પાડતા માર માર્યો

મોરબીના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બાલાભાઈ નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના ગાંધીચોક વિસ્તારમાં ગયો હતો અને ત્યાં તેની પાસે અજાણા ઇસમે ચા પાણી માટે રૂપિયા ૨૦ માગ્યા હતા જેની દિલીપભાઈએ ના પાડતા સામેવાળાએ તેમને ઠીકાપાટુનો માર માર્યો હતો.બનાવને પગલે એ ડિવિઝનના એચ.એમ.ચાવડા અને સંજયભાઈ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ઝેરી દવા પી જતા સગીરા સારવારમાં

હળવદ તાલુકાના સુસવાવ ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની રણજીતાબેન બીનિયાભાઈ આદિવાસી નામની ૧૪ વર્ષીય સગીરા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News